પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઈન્ડિયા એલાયન્સના નેતૃત્વ પર પોતાનો દાવો રજૂ કર્યો છે. આ દાવાથી કોંગ્રેસ અસહજ બની ગઈ છે. પરંતુ સમાજવાદી પાર્ટી અને શરદ પવારની એનસીપીએ મમતાનાં નામનું સમર્થન કર્યું છે. આ દરમિયાન પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકએ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે જો ઈન્ડિયા એલાયન્સના તમામ પક્ષો મમતા બેનર્જીને તેમના નેતા તરીકે આગળ લાવે તો આ ગઠબંધન ચોક્કસપણે સફળ થશે. તેમણે મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરેને ઈન્ડિયા એલાયન્સ માટે શ્રેષ્ઠ નેતા માને છે.