સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે કડક નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે રાહુલ ગાંધીને નસીહત આપતાં કહ્યું કે, “વીર સાવરકર જેવા લોકોએ દેશને આઝાદી અપાવી છે, તેમની સાથે આવું વર્તન ન કરો.” આ સાથે, કોર્ટે ચેતવણી આપી કે ભવિષ્યમાં આવી ટિપ્પણીઓ ટાળવી, નહીં તો કોર્ટ આનો સ્વતઃ સંજ્ઞાન લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીને પણ સવાલ કર્યો કે, “શું રાહુલ ગાંધીને ખબર છે કે મહાત્મા ગાંધીએ પણ અંગ્રેજો સાથેના પત્રવ્યવહારમાં પોતાને ‘તમારો વફાદાર સેવક’ ગણાવ્યા હતા?”