PM Modi campaign: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ PM મોદીના પ્રચાર અભિયાનમાં જોડાઈને ખુશી વ્યક્ત કરી છે. સીએમ અબ્દુલ્લાએ સોમવારે કહ્યું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્થૂળતા વિરુદ્ધ અભિયાનમાં જોડાઈને ખુશ છે. અબ્દુલ્લાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ લખી છે. આના પર સીએમએ લખ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થૂળતા વિરુદ્ધ શરૂ કરાયેલા અભિયાનમાં જોડાઈને હું ખૂબ જ ખુશ છું.'

