Get App

નવી સરકાર પાસે પ્રોપર્ટી માર્કેટની અપેક્ષા

આગળ જાણીશું મેન્ડરસ પાર્ટનર્સના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણી અને NAREDCOના પ્રેસિડન્ટ, રાજન બાંદેલકર પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jun 01, 2019 પર 10:29 AM
નવી સરકાર પાસે પ્રોપર્ટી માર્કેટની અપેક્ષાનવી સરકાર પાસે પ્રોપર્ટી માર્કેટની અપેક્ષા

નવી સરકાર રચાય ગઇ છે. હવે આગળ નવી ઘણી બધી અપેક્ષાઓ છે. આના પર આગળ જાણીશું મેન્ડરસ પાર્ટનર્સના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણી અને NAREDCOના પ્રેસિડન્ટ, રાજન બાંદેલકર પાસેથી.

NAREDCOના પ્રેસિડન્ટ, રાજન બાંદેલકરનું કહેવુ છે કે મોદી સરકારને મળેલી જીત ભારતની જીત છે. પાછલી ટર્મમાં મોદી સરકારે ઘણા બદલાવ લાવ્યા છે. નોટબંધી, જીએસટી અને રેરા મોદી સરકારનાં ટર્મ-1નાં મોટા રિફોર્મ છે. સરકાર ઇન્ડસ્ટ્રીનાં લોકાનાં સપંર્કમાં રહે છે. સરકારે પ્રોપર્ટી પર જીએસટી ઘટાડાની માંગ સ્વીકારી છે. મંજૂરી પહેલા કરતા ઝડપી મળી રહે છે પરંતુ હજી જલ્દી મળવી જોઇએ.

મંજૂરીઓ ઓનલાઇન મળતી થાય એ જરૂરી છે. રિયલ એસ્ટેટ માટે લિક્વિડિટીની સમસ્યા નિવારવી જરૂરી છે. ડેવલપરને લિક્વિડિટી મળેએ ખૂબ જરૂરી છે. પહેલા ઘરનાં વ્યાજ પર કરમુકિત માટે કોઇ મર્યાદા ન હોવી જોઇએ. મોદી સરકારનાં નિર્ણયોથી ઘર ખરીદારોને ફાયદો થયો છે. પોતાનું ઘર અને શૌચાલયની સુવિધા મેળવાનાર વોટર બન્યા છે.

5 વર્ષમાં 15 લાખ ઘર અપાયા છે. 1 કરોડ ઘરનું ટાર્ગેટ 2022 પહેલા પુરી થઇ શકે છે. નવા ફ્લેટ નથી બની રહ્યાં, જુનાનું વેચાણ થઇ રહ્યું છે. ઇનવેસ્ટર્સ માર્કેટમાંથી ગાયબ થયા છે. હવે રિયલ યુઝર જ ઘર ખરીદે છે.

ગ્રાહકોને રહેવા માટે ઘર ખરીદવાની સારી તક છે. હોમ લોનનાં વ્યાજદર ઘટવા જોઇએ. ડેવલપર માટેની લોનનાં વ્યાજ દર પણ ઘટવા જોઇએ. ઘરની ટોટલ કોસ્ટ પર 90 ટકા જેટલી લોન અપાવી જોઇએ. રેન્ટલ હાઉસિંગને પ્રમોશન અપાવું જરૂરી છે.

મેન્ડરસ પાર્ટનર્સના મેનેજીંગ પાર્ટનર, નૌશાદ પંજવાણીનું કહેવુ છે કે રિયલ એસ્ટેટમાં હવે મોટા રિફોર્મની જરૂર નથી.

મોદી સરકારે કરેલા રિફોર્મ-

બધા સમાચાર

+ વધુુ વાંચો