ઇન્વેસ્ટર્સ પાસેથી ગેરકાયદે રીતે જમા કરાયેલા નાણાંની વસૂલાત કરવા માટે, મૂડી બજાર નિયમનકાર સેબી 27 જાન્યુઆરી, 2025ના રોજ 5 કંપનીઓની સંપત્તિની હરાજી કરવા જઈ રહી છે. આ હરાજીમાં જે સંપત્તિઓની હરાજી કરવામાં આવશે તેમાં ફ્લેટ, રહેણાંક મિલકતો અને ફ્લેટ સાથેની જમીન, જમીનના પાર્સલ, પ્લોટ અને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં સ્થિત બિલ્ડિંગ સ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. પીટીઆઈના સમાચાર અનુસાર, સંપત્તિની હરાજી રુપિયા 28.66 કરોડની અનામત કિંમતે કરવામાં આવશે. આ મિલકતો પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આવેલી છે.