Get App

66 કિલો સોનું, 335 કિલો ચાંદી અને 703 કરોડ રૂપિયાનો વીમો, જાણો મુંબઈના GSB ગણપતિની ખાસિયતો

મુંબઈના GSB સેવા મંડળના ગણપતિ માટે 2026 ના ગણેશોત્સવમાં 703.27 કરોડ રૂપિયાનો જંગી વીમો લેવાયો છે. 66 કિલો સોનું અને 335 કિલો ચાંદીથી શણગારાતા આ મહાગણપતિની સંપૂર્ણ માહિતી વાંચો.

MoneyControl Newsઅપડેટેડ Sep 03, 2026 પર 4:44 PM
66 કિલો સોનું, 335 કિલો ચાંદી અને 703 કરોડ રૂપિયાનો વીમો, જાણો મુંબઈના GSB ગણપતિની ખાસિયતો66 કિલો સોનું, 335 કિલો ચાંદી અને 703 કરોડ રૂપિયાનો વીમો, જાણો મુંબઈના GSB ગણપતિની ખાસિયતો
વીમાની આ રકમ ગત વર્ષોની સરખામણીમાં ઘણી વધારે હોવાથી લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

Mumbai Ganeshotsav 2026 : મુંબઈનો ગણેશોત્સવ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેમાં પણ મુંબઈના GSB સેવા મંડળના ગણપતિ તેમની ભવ્યતા અને સોના-ચાંદીના અદભુત શણગાર માટે જાણીતા છે. ગણેશોત્સવ 2026 માં આ ગણપતિ ફરી એકવાર સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વખતે મહાગણપતિની મૂર્તિ અને ઉત્સવ સાથે જોડાયેલા કિંમતી સામાન માટે 703.27 કરોડ રૂપિયાનો તોતિંગ વીમો ઉતારવામાં આવ્યો છે. વીમાની આ રકમ ગત વર્ષોની સરખામણીમાં ઘણી વધારે હોવાથી લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

વીમાની રકમમાં મોટો વધારો કેમ?

મંડળ દ્વારા વર્ષ 2025 માં 474 કરોડ રૂપિયા અને 2024 માં 400 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો હતો. આ વર્ષે વીમાની રકમ વધવા પાછળનું મુખ્ય કારણ સોના અને ચાંદીના બજાર ભાવમાં આવેલો જબરદસ્ત ઉછાળો છે. ગણેશોત્સવ દરમિયાન મહાગણપતિને 66 કિલોથી વધુ સોના અને 335 કિલોથી વધુ ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવશે. આ ઘરેણાંઓમાં અનેક કિંમતી રત્નો પણ સામેલ છે. વર્ષોથી શ્રદ્ધાળુઓ અને ભક્તો દ્વારા આ આભૂષણો ભેટમાં આપવામાં આવે છે.

5 દિવસ ચાલશે આ ભવ્ય ઉત્સવ

કિંગ્સ સર્કલ ખાતે આવેલા શ્રી સુકૃતેન્દ્ર નગરમાં મહાગણપતિનો આ 5 દિવસીય ઉત્સવ યોજાશે. આ વર્ષે 14 થી 18 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. ભક્તો આ ગણપતિને મરાઠીમાં ‘નવસાલા પાવણારા વિશ્વાચા રાજા’ (મનોકામનાઓ પૂરી કરનાર વિશ્વના રાજા) તરીકે પણ ઓળખે છે. અહીં દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. માત્ર મુંબઈ જ નહીં, પરંતુ દેશ-વિદેશથી લોકો આ મહાગણપતિના દર્શન માટે આવે છે.

માત્ર ભવ્યતા જ નહીં, સમાજ સેવા પણ છે મોટી ઓળખ

GSB સેવા મંડળની સ્થાપના 1951 માં એક ચેરિટેબલ સંસ્થા તરીકે થઈ હતી અને અહીં ગણેશોત્સવની શરૂઆત 1955 થી કરવામાં આવી હતી. આ મંડળ માત્ર ધાર્મિક આયોજન પૂરતું સીમિત નથી, પરંતુ આખું વર્ષ સમાજ સેવાના કામો કરે છે. સંસ્થા દ્વારા મેડિકલ સહાય, શિક્ષણ માટે મદદ, રક્તદાન કેમ્પ, કરિયર માર્ગદર્શન અને જરૂરિયાતમંદોને અંતિમ સંસ્કાર માટે પણ આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો