Get App

Ahmedabad: ચાણક્યપુરી બ્રિજ પર લગાવાયેલા ટાયર કિલર બમ્પનો ફિયાસ્કો, વાહન ચાલકોએ શોધી કાઢ્યો જુગાડ

Ahmedabad: અમદાવાદમાં વધતા ટ્રાફિકને લઈ તંત્ર દ્વારા એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, જેમાં ચાણક્યપુરી બ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં જતા વાહનોને રોકવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યો છે. જો કે આ બમ્પનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે અને વાહવચાલકો પગથી બમ્પને દબાવીને રોંગ સાઈડમાંથી કોઈ રોકટોક વિના પસાર થતા જોવા મળી રહ્યાં છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 04, 2023 પર 11:20 AM
Ahmedabad: ચાણક્યપુરી બ્રિજ પર લગાવાયેલા ટાયર કિલર બમ્પનો ફિયાસ્કો, વાહન ચાલકોએ શોધી કાઢ્યો જુગાડAhmedabad: ચાણક્યપુરી બ્રિજ પર લગાવાયેલા ટાયર કિલર બમ્પનો ફિયાસ્કો, વાહન ચાલકોએ શોધી કાઢ્યો જુગાડ
કિલર બમ્પ પર જે ખીલાઓ લગાવવામાં આવ્યા છે એમાં બે ખિલા વચ્ચે મોટી જગ્યા હતી. જેના કારણે એની વચ્ચેથી ટુ-વ્હીલર વાહનો આસાનીથી પસાર થઈ જતા હતા અને ટાયરને નુકસાન પણ થતું ન હતું.

Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિવસને દિવસે વિકરાળ બની રહી છે, જેને જોતા તંત્ર દ્વારા એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે, રોન્ગ સાઇડના રાજાઓને રોકવા માટે તંત્ર લાવ્યું છે ટાયર કિલર બમ્પ, પણ જાણે દરેક વસ્તુનો જુગાડ શોધી લેતા અમદાવાદીઓએ આનો પણ તોડ કાઢી નાંખ્યો છે, કલર બમ્પ લગાવ્યાના બીજા જ દિવસે અમદાવાદીઓએ એનો તોડ શોધી રોંગ સાઈડ વાહનો બમ્પ પરથી જવાનું ચાલુ જ રાખ્યું છે. ટ્રાફિક વિભાગને રોંગ સાઈડ રાજાઓના વીડિયો પહોંચ્યાં અધિકારીઓ દોડતા થયા અને અમદાવાદીઓને તોડ બદલ વીડિયોના આધારે મેમો ફાડવાનું નક્કી કર્યું.

રોંગ સાઈડ રાજાઓ ટાયર કિલર બમ્પ પરથી બેરોકોટોક પસાર થયા

કિલર બમ્પ પર જે ખીલાઓ લગાવવામાં આવ્યા છે એમાં બે ખિલા વચ્ચે મોટી જગ્યા હતી. જેના કારણે એની વચ્ચેથી ટુ-વ્હીલર વાહનો આસાનીથી પસાર થઈ જતા હતા અને ટાયરને નુકસાન પણ થતું ન હતું. ટાયર કિલર લગાવ્યા હોવા છતાં વાહનચાલકો રોંગ સાઈડ જતા હોવાથી TRB જવાનને ડ્યુટી પર રાખવો પડ્યો હતો અને રોંગ સાઈડ આવતા લોકોને રોકવામાં આવ્યા હતા.

રોંગ સાઈડ જનારનો મેમો ફાટશે:ટ્રાફિક પીઆઇ

બધા સમાચાર

+ વધુુ વાંચો