Apple store: અમેરિકામાં Apple Storeમાં વેબ સિરીઝ મની હેઇસ્ટના પ્લોટની જેમ ચોરીની મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચોરોએ બાથરૂમમાંથી Apple Storeની અંદર પ્રવેશ કર્યો અને પછી 436 iPhone લૂંટી લીધા. તેમની કિંમત 4.10 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘટના અમેરિકાના સિએટલમાં બની છે. આ ઘટનાને અંજામ આપવા માટે ચોરોએ ફિલ્મની તર્જ પર Apple Storeની બાજુમાં આવેલી કોફી શોપનો ઉપયોગ કર્યો હતો. Apple Storeના બાથરૂમની દિવાલ પર ટનલ બનાવીને અંદર પ્રવેશ્યા. ચોરીની આ ઘટનાથી બધા ચોંકી ગયા છે.

