Health Tips: આપણા દેશથી લઈને દુનિયાભરમાં બ્રેડનો ઉપયોગ કેટલીય રીતે થાય છે. કોઈ ચા સાથે, કોઈ ટોસ્ટ બનાવીને, તો કોઈ જેમ લગાવીને, કે પછી સેન્ડવિચમાં, બ્રેડ પકોડામાં કે અન્ય રીતે ખવાતો હોય છે. જો કે આજકાલ તો લોકો ફિટનેસ પ્રત્યે પણ ખુબ સજાગ થયા છે આવામાં ફિટ અને હેલ્ધી રહેવા માટે વ્હાઈટ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડને વધુ ખાવાનો પસંદ કરતા હોય છે. વાત જાણે એમ છે કે વ્હાઈટ બ્રેડને મેદામાંથી બનાવવામાં આવતો હોય છે અને આથી ફિટનેસ ફ્રીક લોકો બ્રાઉન બ્રેડ વધુ ખાવાનો પસંદ કરે છે. પરંતુ અહીં એ સવાલ ઉઠે છે કે શું જે બ્રાઉન બ્રેડને આટલો હેલ્ધી ઓપ્શન માનવામાં આવે છે તે ખરેખર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એટલો જ સારો છે ખરા...જાણો વિગતો.

