Get App

Chandrayaan 3: ચંદ્રયાન 3ની લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ, જાણો શું હોય છે 15 મિનિટ્સ ઓફ ટેરર?

Chandrayaan 3: ચંદ્રયાન-3ના લેન્ડિંગનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. અંતરિક્ષ યાનનું વિક્રમ લેન્ડર ચંદ્ર પર લેન્ડ કરશે. આ પહેલા ચંદ્રયાન ચંદ્રની સૌથી નજીકના ઓર્બિંટમાં ચક્કર લગાવતા કેટલીક તસવીરો લઈ રહ્યું છે. યાનના લેન્ડિંગનો અંતિમ નિર્ણય ખૌફની ક્ષણ જેવો હશે જેને 15 મિનિટ્સ ઓફ ટેરર કહેવાય છે. આવો જાણીએ અંતે આવું કેમ કહેવાય છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 23, 2023 પર 10:10 AM
Chandrayaan 3: ચંદ્રયાન 3ની લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ, જાણો શું હોય છે 15 મિનિટ્સ ઓફ ટેરર?Chandrayaan 3: ચંદ્રયાન 3ની લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ, જાણો શું હોય છે 15 મિનિટ્સ ઓફ ટેરર?
Chandrayaan 3: ચંદ્રયાન 3 ચંદ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે

Chandrayaan 3: ચંદ્રયાન 3 ચંદ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. ચંદ્રની નજીક પહોંચતાની સાથે જ વિક્રમ લેન્ડરે હાલમાં ચંદ્રની અનેક તસવીરો મોકલી છે. ઈસરોએ જણાવ્યું કે અવકાશયાન તેની લેન્ડિંગ સાઈટ શોધતી વખતે આ તસવીરો કેપ્ચર કરે છે.

ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર આજે એટલે કે 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે થશે. ચંદ્રયાનના લેન્ડિંગની છેલ્લી 15 મિનિટ ખૌફની ક્ષણ હશે, જેને 15 મિનિટ્સ ઓફ ટેરર ​​(15 miutes of terror) કહેવામાં આવે છે. આવો, ચાલો જાણીએ કે આવું કેમ કહેવાય છે.

આજે નહીં તો 27મીએ લેન્ડિંગ

ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર આજે લેન્ડિંગના 2 કલાક પહેલા પરિસ્થિતિનો તાગ મેળવશે. જો લેન્ડર લોડ્યૂલની સ્થિતિ અને ચંદ્ર પર સ્થિતિ યોગ્ય નથી, તો લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી સ્થગિત કરી શકાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો