Extravagance in marriage: કોંગ્રેસના સાંસદે સંસદના ચોમાસુ સત્રમાં એક ખાસ બિલ રજૂ કર્યું છે, જેમાં લગ્નોમાં થતા ખર્ચ પર અંકુશ લગાવવાની વાત કરવામાં આવી છે. લોકસભામાં કોંગ્રેસના સાંસદ જસબીર સિંહ ગિલ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રાઈવેટ મેમ્બર બિલ અનુસાર, વરઘોડામાં માત્ર 50 લોકો જ ભાગ લઈ શકશે. આ ઉપરાંત લગ્નમાં 10 થી વધુ વાનગીઓ પીરસવામાં આવશે નહીં. એવી જોગવાઈ છે કે 2500 રૂપિયાથી વધુનો ચાંડલો કે ભેટ આપી શકાય નહીં.

