Get App

Facebook અને Instagram રાત્રે નહીં ચાલે? યુઝર્સ માટે 2 કલાકની લિમિટ સેટ થશે, જાણો Metaની નવી તૈયારી પાછળનું મોટું કારણ

Meta એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. હવે Facebook અને Instagram રાત્રે નહીં ચાલે અને દિવસમાં માત્ર 2 કલાકની લિમિટ સેટ થશે. જાણો આ નવા નિયમ અને 1.15 લાખ કરોડના દંડની સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Aug 27, 2026 પર 4:32 PM
Facebook અને Instagram રાત્રે નહીં ચાલે? યુઝર્સ માટે 2 કલાકની લિમિટ સેટ થશે, જાણો Metaની નવી તૈયારી પાછળનું મોટું કારણFacebook અને Instagram રાત્રે નહીં ચાલે? યુઝર્સ માટે 2 કલાકની લિમિટ સેટ થશે, જાણો Metaની નવી તૈયારી પાછળનું મોટું કારણ
કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોનટાની ઓફિસમાંથી મળેલી માહિતી મુજબ, આ કડક નિયમો માત્ર 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે જ લાગુ કરવામાં આવશે. જોકે, Meta આ નિયમો ક્યારથી લાગુ કરશે તે હજુ સ્પષ્ટ નથી.

જો તમને અથવા તમારા ઘરના બાળકોને રાત-દિવસ Facebook અને Instagram સ્ક્રોલ કરવાની આદત છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. માર્ક ઝુકરબર્ગની કંપની Meta ટૂંક સમયમાં પોતાના પ્લેટફોર્મ પર કેટલાક મોટા ફેરફારો કરવા જઈ રહી છે. નવી અપડેટ બાદ એવો સમય આવી શકે છે કે જ્યારે રાત્રે આ એપ્સ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

ચાલો જાણીએ શું છે આ નવો નિયમ અને કંપની આવો મોટો નિર્ણય કેમ લેવા મજબૂર બની છે.

સોશિયલ મીડિયા વાપરવાની લિમિટ સેટ થશે

મળતી માહિતી મુજબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વાપરવા માટે ટૂંક સમયમાં 2 કલાકની લિમિટ સેટ કરવામાં આવી શકે છે. એટલે કે યુઝર્સ દિવસમાં માત્ર 2 કલાક જ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. એટલું જ નહીં, રાત્રિના સમયે આ એપ્સને સંપૂર્ણપણે શટડાઉન કરવાની તૈયારી પણ ચાલી રહી છે.

જોકે, કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોનટાની ઓફિસમાંથી મળેલી માહિતી મુજબ, આ કડક નિયમો માત્ર 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે જ લાગુ કરવામાં આવશે. જોકે, Meta આ નિયમો ક્યારથી લાગુ કરશે તે હજુ સ્પષ્ટ નથી.

આખરે આ નિર્ણય કેમ લેવાયો? શું છે સમગ્ર મામલો?

આ નિર્ણય પાછળ અમેરિકાના કેલિફોર્નિયાની કોર્ટનો એક મોટો આદેશ જવાબદાર છે. છેલ્લા બે અઠવાડિયાથી કોર્ટમાં Meta વિરુદ્ધ 28 જેટલા કેસની સુનાવણી ચાલી રહી હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો