Gadar 2 Trailer: અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદર 2 છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં સની દેઓલ તારા સિંહની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અમીષા પટેલ સ્ક્રીન પર સકીનાના પાત્રને ફરીથી રજૂ કરશે. 'ગદર' બનાવતી બંનેની જોડીને જોવા માટે ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને છે અને આ ઉત્સુકતાને વધારતા નિર્માતાઓએ 'ગદર 2'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કર્યું છે. અગાઉ આ ટ્રેલર 25મી જુલાઈએ લોન્ચ થવાનું હતું, પરંતુ વિવિધ કારણોસર આ મોટી ઈવેન્ટને આગળ ધકેલી દેવામાં આવી હતી.

