Monsoon Update : ભારતીય હવામાન વિભાગએ દેશભરના હવામાન અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય અંગે તાજેતરનું લેટેસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. નવીનતમ અપડેટ મુજબ, 19 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમી રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લે તેવી પૂરી શક્યતાઓ છે. જોકે, ચોમાસાની વિદાયના આ સંકેતો વચ્ચે પણ દેશના અનેક રાજ્યોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદનો કહેર ચાલુ રહેશે.

