Get App

IMD Weather Alert: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ, 9 જાન્યુઆરી સુધી હાડ થીજાવતી શીતલહેર અને ધુમ્મસની આગાહી

ભારતીય હવામાન વિભાગે દિલ્હી, પંજાબ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં 9 જાન્યુઆરી સુધી ભયાનક ઠંડીની ચેતવણી આપી છે. ત્રિપુરામાં શાળાઓ બંધ, ઝારખંડમાં યલો એલર્ટ. વાંચો સંપૂર્ણ રિપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ Jan 07, 2026 પર 12:49 PM
IMD Weather Alert: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ, 9 જાન્યુઆરી સુધી હાડ થીજાવતી શીતલહેર અને ધુમ્મસની આગાહીIMD Weather Alert: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ, 9 જાન્યુઆરી સુધી હાડ થીજાવતી શીતલહેર અને ધુમ્મસની આગાહી
હવામાન વિભાગે નાગરિકોને ગરમ વસ્ત્રો પહેરવા અને કામ વગર વહેલી સવારે બહાર ન નીકળવાની સલાહ આપી છે.

IMD Weather Alert: દેશભરમાં હવે શિયાળો તેના અસલી મિજાજમાં જોવા મળી રહ્યો છે. જો તમે ઉત્તર ભારત તરફ પ્રવાસનું વિચારી રહ્યા હોવ તો ચેતજો, કારણ કે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD એ આગામી દિવસો માટે ભયાનક ઠંડીનું એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં ઠંડીનો પ્રકોપ હજુ ઘટશે નહીં. 9 જાન્યુઆરી સુધી આ તમામ રાજ્યોમાં કોલ્ડ વેવ એટલે કે કાતિલ શીતલહેર ફૂંકાવાની શક્યતા છે. આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે. એટલે કે ઠંડી હજુ વધુ આકરી બનશે.

કયા રાજ્યમાં ક્યાં સુધી એલર્ટ

રાજસ્થાન: અહીં 7 જાન્યુઆરીએ ભીષણ ઠંડી અને 11 જાન્યુઆરી સુધી શીતલહેર યથાવત રહેશે.

મધ્ય પ્રદેશ: અહીં 7 અને 8 જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો રહેશે.

ઝારખંડ: ઝારખંડના ગઢવા, પલામુ અને લોહરદગા સહિતના જિલ્લાઓમાં 7 જાન્યુઆરી સુધી યલો એલર્ટ જાહેર કરાયું છે.

ઓડિશા અને વિદર્ભ: અહીં પણ 6 થી 9 જાન્યુઆરીવચ્ચે કડકડતી ઠંડી પડવાની સંભાવના છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો