Get App

Shubh Yatra: ગુજરાતી ફિલ્મ શુભ યાત્રાનું શેમારૂમી પર થશે વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર, જાણો ક્યારથી જોઈ શકશો ફિલ્મ

Shubh Yatra: આ ફેમિલી એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ દર્શકોને પેટ પકડીને તો હસાવશે જ સાથે જ કેટલીક એવી મોમેન્ટ્સ પણ આપશે, જેનાથી તમારી આંખના ખૂણાં ભીના થઈ જશે. ઉપરાંત ફિલ્મની વાર્તામાં આવતા રસપ્રદ વળાંકો દર્શકોને ઝકડી રાખશે.

MoneyControl Newsઅપડેટેડ Jul 06, 2023 પર 11:03 AM
Shubh Yatra: ગુજરાતી ફિલ્મ શુભ યાત્રાનું શેમારૂમી પર થશે વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર, જાણો ક્યારથી જોઈ શકશો ફિલ્મShubh Yatra: ગુજરાતી ફિલ્મ શુભ યાત્રાનું શેમારૂમી પર થશે વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર, જાણો ક્યારથી જોઈ શકશો ફિલ્મ
Shubh Yatra: મલ્હાર ઠાકરે કહ્યું, “શુભ યાત્રા એ માત્ર એક ફિલ્મ નથી, તે દરેક સામાન્ય માણસની વાર્તાનું પ્રતિબિંબ છે, વિદેશ જવા, પૈસા કમાવવા અને સારું જીવન જીવવાનું સપનું છે.

Shubh Yatra: ગુજરાતી ફિલ્મ 'શુભ યાત્રા'નું આજે એટલે કે 6 જુલાઈએ ShemarooMe પર વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર થશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા મનીષ સૈની દ્વારા નિર્દેશિત આ ફિલ્મના લીડ રોડમાં મલ્હાર ઠાકર છે. શુભયાત્રામાં મોનલ ગજ્જર, દર્શન જરીવાલા, હિતુ કનોડિયા, અર્ચન ત્રિવેદી, હેમિન ત્રિવેદી, મગન લુહાર, સુનીલ વિશરાણી, જય ભટ્ટ જેવા કલાકારોનો સમાવેશ થાય છે. આ ફિલ્મ ગુજરાતીઓમાં તેમના ‘યુએસ ડ્રીમ’ને સાકાર કરવા માટેના ક્રેઝ માટે રમૂજી અને સૂક્ષ્મ અભિગમ અપનાવે છે અને વિદેશમાં વધુ સારા જીવનની ઈચ્છા અને ગેરકાયદેસર માધ્યમોનો આશરો લેતી વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર પ્રકાશ પાડે છે. આ ફિલ્મ રમૂજ, ડ્રામા અને કૌટુંબિક મૂલ્યોનું નિપુણતાથી ચિત્રણ કરે છે. વિદેશ જવા ઇચ્છતા દરેકને એમ લાગે કે આ ફિલ્મ તેમના જીવનનો હિસ્સો છે.

શુભ યાત્રામાં મોહન પટેલ (મલ્હાર ઠાકર) અને તેમના મિત્ર હાર્દિક પટેલ (હેમિન ત્રિવેદી), બે નાના-નગરના રહેવાસીઓ તેમના દૂધનો વ્યવસાય નિષ્ફળ જતાં દેવાના બોજનો સામનો કરી રહ્યા છે. તેમના નાણાકીય સંઘર્ષને દૂર કરવા માટે નિર્ધારિત, તેઓએ એક એજન્ટની મદદ લેતા, યુનાઇટેડ સ્ટેટ્સમાં રોજગાર શોધવા માટે તેમને કામ આપે છે.

શુભ યાત્રાના વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર વિશે વાત કરતાં, મલ્હાર ઠાકરે કહ્યું, “શુભ યાત્રા એ માત્ર એક ફિલ્મ નથી, તે દરેક સામાન્ય માણસની વાર્તાનું પ્રતિબિંબ છે, વિદેશ જવા, પૈસા કમાવવા અને સારું જીવન જીવવાનું સપનું છે. સાથે મલ્હારે વધુ અનુભવને શેર કરતા જણાવ્યું કે મારા માટે મોહનનું પાત્ર ભજવવું, તેના સંઘર્ષ અને આશાઓને આત્મસાત કરીને અમેરિકા જવાની તેની અદમ્ય ઈચ્છાને ભજવવી એક જબરજસ્ત અનુભવ રહ્યો છે. આ ‘શુભ યાત્રા’ અનેક ટ્વિસ્ટ અને કોમેડીથી ભરપૂર છે, ખાસ કરીને મોહન સફળ થશે કે નહીં તે જાણવાની દર્શકોને મજા પડશે. પરંતુ મોહનનું શું થાય છે, તે જાણવા માટે દર્શકોને અંત સુધી જરૂર જકડી રાખશે, એ આ વાર્તાની સફળતા છે. શેમારૂમી થકી આ ફિલ્મ હવે દુનિયાભરના દર્શકો માણી શક્શે, એ વાતની મને ખૂબ ખુશી છે.'

મોનલ ગજ્જરનું પણ કહેવું છે કે,‘આ ફિલ્મે મને છેતરપિંડી ખુલ્લી પાડતી એક નિર્ભય પત્રકારને અનુભવવાની તક આપી છે. મારું સરસ્વતીનું પાત્ર આ વાર્તામાં એવા ટર્ન લઈને આવે છે, જે ફિલ્મને દર્શકો માટે રસપ્રદ બનાવે છે. આ ફિલ્મ સત્ય અને ષડયંત્રની રોમાંચક રોલર કોસ્ટર રાઈડ છે. હવે શેમારૂમી દ્વારા બધા જ દર્શકો આ ફિલ્મને માણી શક્શે, એનો આનંદ છે.'

બધા સમાચાર

+ વધુુ વાંચો