Vande Bharat Express: PM મોદી આજે દેશને વધુ 5 વંદે ભારત ભેટ આપશે. PM મોદી આજે 27 જૂને મધ્યપ્રદેશના પ્રવાસે છે. ભોપાલના રાણી કમલાપતિ હબીબગંજ રેલ્વે સ્ટેશનથી વડાપ્રધાન દ્વારા પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરાવી છે. આ ટ્રેનોમાં ખજુરાહો-ભોપાલ ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ, મડગાંવ ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, ધારવાડ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ, હટિયા-પટના વંદે ભારત એક્સપ્રેસ વગેરેનો સમાવેશ થાય છે.

