Bedroom Jihadi: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો આતંકવાદ સામે લડવા માટે સતત કામગીરી કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવ જેવી મોટી કાર્યવાહીઓએ આતંકીઓની કમર તોડી નાખી છે. પરંતુ હવે એક નવી ચૂનોતી સામે આવી છે, જેને સુરક્ષા એજન્સીઓ ‘બેડરૂમ જિહાદી’ તરીકે ઓળખે છે. આ લોકો ઘરની ચાર દીવાલોમાં બેસીને સોશિયલ મીડિયા દ્વારા આતંકની સાજીશ રચે છે, ફેક ન્યૂઝ ફેલાવે છે અને લોકોને ઉશ્કેરીને રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરે છે.