ભારતના પ્રભાવથી દૂર જવાના પ્રયાસમાં નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ચીન સાથેના પોતાના આર્થિક અને રાજદ્વારી સંબંધોને ગાઢ બનાવવાની વ્યૂહરચના અપનાવી છે. ઉલ્લેખનીય છે કે ઓલી આ વર્ષે ચોથી વખત નેપાળના વડાપ્રધાન બન્યા છે. પીએમ બન્યા પછી, તેમણે તેમના પ્રથમ સત્તાવાર વિદેશ પ્રવાસ માટે ચીનની પસંદગી કરી. પરંપરાગત રીતે નેપાળના વડાપ્રધાન તેમના કાર્યકાળની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવ્યા છે, પરંતુ ઓલી આ પરંપરાને તોડીને ચીન તરફ વળ્યા છે.