Donald Trump DOGE: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆતમાં લેવાયેલા અનેક તાબડતોબ નિર્ણયોમાંથી એક ચર્ચાસ્પદ નિર્ણય હતો "ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી" એટલે કે DOGE નામના વિભાગનું ગઠન. 20 જાન્યુઆરીએ ટ્રમ્પે આ વિભાગની જાહેરાત કરી હતી, જેનો મુખ્ય હેતુ સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનો હતો. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કને આ વિભાગની કમાન સોંપવામાં આવી હતી. જોકે, આ વિભાગ તેના ઉદ્દેશ્યો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યો અને હવે તે બંધ કરી દેવામાં આવ્યો છે.

