Manipur Violence: ભારતીય સેનાએ શુક્રવારે કહ્યું કે મણિપુરમાં સ્થિતિ હવે કંટ્રોલમાં છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને બહાર કાઢવાનું કામ ગુરુવારે રાતભર ચાલ્યું હતું. ચુરાચંદપુર અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા માટે આજે રાજ્યમાં વધુ સૈનિકો તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે. પૂર્વોત્તર રાજ્યમાં બગડતી પરિસ્થિતિને જોતા મણિપુર જતી અનેક ટ્રેનો અને ફ્લાઈટ્સ રોકી દેવામાં આવી છે. ભારતીય રેલ્વેએ કહ્યું કે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા ઉત્તરપૂર્વ સીમા રેલ્વેએ મણિપુર જતી 4 ટ્રેનો રદ કરી છે. શરૂઆતમાં આ નિર્ણય 5 અને 6 મે માટે જ લેવામાં આવ્યો છે.

