Modi US Visit: તેમની યુએસ મુલાકાત દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જૂને વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરમાં હાજરી આપશે. બીજા દિવસે, 23 જૂને, મોદી વોશિંગ્ટનમાં ટોપના અમેરિકન ઉદ્યોગપતિઓ અને ભારતીય ડાયસ્પોરાને મળશે. આ બેઠક બાદ પીએમ મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીના આમંત્રણ પર કૈરોની સત્તાવાર મુલાકાતે જશે.

