FASTag Annual Toll Pass: ભારતના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર મુસાફરી કરવી હવે વધુ સરળ અને આર્થિક બનવા જઈ રહી છે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવી ટોલ નીતિ 2025 હેઠળ એન્યુઅલ ટોલ પાસ (ATP)ની જાહેરાત કરી હતી, જે 15 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. આ પાસની કિંમત માત્ર રુપિયા 3,000 છે, જેની સાથે વાહનચાલકો એક વર્ષમાં 200 ટ્રિપ સુધી નેશનલ હાઈવે અને NHAI દ્વારા સંચાલિત એક્સપ્રેસવે પર ટોલ-ફ્રી મુસાફરી કરી શકશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, જો 200 ટ્રિપ પૂર્ણ થઈ જાય તો શું થશે?