રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)એ વિશ્વમાં ધૂમ મચાવી છે, ત્યારે હવે લોન સેક્ટરમાં ક્રાંતિ લાવવા માટે, RBI દેશમાં યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ (ULI) લાવવાની તૈયારી કરી રહી છે. તેના આવ્યા બાદ લોન લેવી સરળ બની જશે. એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, RBI ગવર્નર શક્તિકાંત દાસે તેના વિશે માહિતી શેર કરી અને જણાવ્યું કે તેનાથી કોને અને કેવી રીતે ફાયદો થશે?

