કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ અથવા ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં મોંઘવારી ભથ્થા (DA)માં વધારાની જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર, આ વખતે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે 3-4 ટકા સુધી ડીએ વધારવાની જાહેરાત કરી શકે છે. ડીએમાં આ વધારો 1 જુલાઈ, 2024થી લાગુ ગણવામાં આવશે. ગયા વર્ષે પણ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો.

