Akshaya Tritiya 2025: મંગળવારે, અક્ષય તૃતીયાના એક દિવસ પહેલા, સોનાના ભાવમાં મોટો વધારો નોંધાયો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ 1,050 રૂપિયા વધીને 99,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. સોમવારે, 24 કેરેટ સોનું એટલે કે 99.9 ટકા શુદ્ધતા 1,000 રૂપિયા ઘટીને 98,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું હતું. પીટીઆઈના સમાચાર અનુસાર, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું રુપિયા 1,100 વધીને રુપિયા 99,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું, જ્યારે આગલા દિવસે તેની કિંમત રુપિયા 97,900 પ્રતિ 10 ગ્રામ હતી.