નાણાકીય સેવા વિભાગના સચિવ એમ. નાગરાજુએ જણાવ્યું હતું કે સરકાર કેપિટલ ઇન્સ્યોરન્સ લિમિટ વર્તમાન રુપિયા 5 લાખથી વધારવાનું વિચારી રહી છે. કથિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડ પ્રકાશમાં આવ્યાના દિવસો પછી, નાગરાજુએ કહ્યું કે આવા પ્રસ્તાવ પર કામ ચાલી રહ્યું છે.