Free Aadhaar Update Date Extended: આધાર કાર્ડમાં ફ્રી અપડેટ માટે માત્ર 9 દિવસ બાકી છે. UIDAIએ આધાર કાર્ડમાં ફ્રી અપડેટની તારીખ 14મી જૂન 2024 નક્કી કરી છે. UIDAI દ્વારા ફ્રી અપડેટ કરવાની અંતિમ તારીખ અગાઉ 14 માર્ચ, 2024 હતી, જેને લંબાવવામાં આવી છે. આધારમાં ફ્રી અપડેટની સર્વિસ માયઆધાર પોર્ટલ પર ઉપલબ્ધ થશે UIDAI ઈચ્છે છે કે લોકો તેમના આધાર ડોક્યુમેન્ટ્સ અપડેટ કરે. ફ્રી આધાર અપડેટ સર્વિસ ફક્ત ઓનલાઈન અપડેટ પર જ ઉપલબ્ધ થશે. આધાર કેન્દ્રની મુલાકાત લઈને આધાર અપડેટ કરવા માટે, તમારે અપડેટ ચાર્જ ચૂકવવો પડશે.

