Get App

UPI પેમેન્ટમાં હવે સેકન્ડોને બદલે કલાકો લાગશે? RBI નો નવો પ્લાન જાણી લો, 10,000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર થશે અસર

RBI એ UPI ફ્રોડ રોકવા માટે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે કોઈ નવા વ્યક્તિને 10,000 થી વધુ મોકલવા પર 1 કલાકની વાર લાગી શકે છે. જાણો શું છે આ નિયમ અને ઈન્ડસ્ટ્રી કેમ ચિંતિત છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 15, 2026 પર 1:24 PM
UPI પેમેન્ટમાં હવે સેકન્ડોને બદલે કલાકો લાગશે? RBI નો નવો પ્લાન જાણી લો, 10,000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર થશે અસરUPI પેમેન્ટમાં હવે સેકન્ડોને બદલે કલાકો લાગશે? RBI નો નવો પ્લાન જાણી લો, 10,000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર થશે અસર
RBI ના નવા પ્લાન મુજબ, જો કોઈ યુઝર કોઈ એવી વ્યક્તિને પૈસા મોકલે છે જેને તેણે પહેલા ક્યારેય પેમેન્ટ કર્યું નથી, અને આ રકમ 10,000 થી વધુ હોય, તો તે ટ્રાન્ઝેક્શન પૂરું થવામાં 1 કલાક જેટલો સમય લાગી શકે છે.

અત્યાર સુધી આપણે UPI કે ડિજિટલ પેમેન્ટ દ્વારા કોઈને પણ સેકન્ડોમાં પૈસા મોકલી શકતા હતા. પરંતુ હવે આ સ્પીડ થોડી ધીમી પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ઓનલાઈન ફ્રોડ રોકવા માટે એક નવો નિયમ લાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રસ્તાવ મુજબ, જો તમે કોઈ નવા વ્યક્તિને મોટી રકમ મોકલશો, તો તમારે થોડી રાહ જોવી પડી શકે છે.

શું છે RBI નો નવો પ્રસ્તાવ?

RBI ના નવા પ્લાન મુજબ, જો કોઈ યુઝર કોઈ એવી વ્યક્તિને પૈસા મોકલે છે જેને તેણે પહેલા ક્યારેય પેમેન્ટ કર્યું નથી, અને આ રકમ 10,000 થી વધુ હોય, તો તે ટ્રાન્ઝેક્શન પૂરું થવામાં 1 કલાક જેટલો સમય લાગી શકે છે. આ સમયગાળાને 'કૂલિંગ પિરિયડ' તરીકે ઓળખવામાં આવશે. આ નિયમ લાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા સાયબર ફ્રોડ અને ભૂલથી થતા ખોટા પેમેન્ટને રોકવાનો છે. જોકે, આ પ્રસ્તાવ પર હજુ ચર્ચા ચાલી રહી છે અને તમ મ પક્ષોની સહમતિ બાદ જ તેને લાગુ કરવામાં આવશે.

ઈન્ડસ્ટ્રી અને બેંકો કેમ ચિંતિત છે?

RBI ના આ નિર્ણયથી બેંકો અને ફિનટેક કંપનીઓની ચિંતા વધી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે UPI ની સૌથી મોટી સફળતા તેની 'સ્પીડ' અને 'સરળતા' છે. જો પેમેન્ટમાં કલાકો લાગશે, તો ડિજિટલ પેમેન્ટનો મૂળ હેતુ જ જોખમાઈ શકે છે. એક વરિષ્ઠ બેંક અધિકારીએ જણાવ્યું કે, છેતરપિંડી રોકવા માટે સિસ્ટમને ધીમી કરવાને બદલે ફ્રોડ કરનારાઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ.

કોને અને ક્યાં મળશે રાહ?

જોકે, RBI એ આ નિયમમાં કેટલીક રાહ પણ આપી છે જેથી સામાન્ય વ્યવહારોમાં તકલીફ ન પડે.

બધા સમાચાર

+ વધુુ વાંચો