Get App

Gold Price: બજેટ ભાષણ બાદ સોનું 4000 રૂપિયા સુધી સસ્તુ થયું

બજાર પહેલાથી જ 2-5 ટકાના ઘટાડાનો અંદાજ લગાવી રહ્યું હતું અને તેથી જ છેલ્લા એક સપ્તાહથી ભારતીય બજારોમાં સોનાના ભાવ ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા છે. વર્ષ 2021 પછી બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં આ બીજો ઘટાડો છે, જેમાં છેલ્લા 10 વર્ષમાં ડ્યૂટી 8 વખત વધારવામાં આવી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 23, 2024 પર 3:03 PM
Gold Price: બજેટ ભાષણ બાદ સોનું 4000 રૂપિયા સુધી સસ્તુ થયુંGold Price: બજેટ ભાષણ બાદ સોનું 4000 રૂપિયા સુધી સસ્તુ થયું
Gold Price: નાણામંત્રીએ બેઝિક કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી હોવાના કારણે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Gold Price: નાણામંત્રીએ બેઝિક કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરી હોવાના કારણે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો છે. ₹4000/10 ગ્રામ અને ચાંદી ₹4200/KGનો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાના વાયદાના વેપારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. હવે ઓવરઓલ ડ્યુટી 6 ટકા છે, જેમાં બેઝિક કસ્ટમ ડ્યુટી 5 ટકા, એગ્રી ઇન્ફ્રા અને ડેવલપમેન્ટ સેસ 1 ટકા છે. આ રીતે હવે કસ્ટમ ડ્યુટી 15 ટકાથી વધીને 6 ટકા થઈ ગઈ છે.

બજાર પહેલાથી જ 2-5 ટકાના ઘટાડાનો અંદાજ લગાવી રહ્યું હતું અને તેથી જ છેલ્લા એક સપ્તાહથી ભારતીય બજારોમાં સોનાના ભાવ ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા છે. વર્ષ 2021 પછી બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં આ બીજો ઘટાડો છે, જેમાં છેલ્લા 10 વર્ષમાં ડ્યૂટી 8 વખત વધારવામાં આવી છે.

સ્થાનીક કિંમતોમાં આવ્યો ઘટાડો

તેના સિવાય નાણામંત્રીએ પ્લેટિનમ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6.4 ટકા કરવાની જાહેરાત કરી છે. વિશ્લેષકોના મતે આ પગલાથી સ્થાનિક ભાવમાં ઘટાડો થવાની અને દેશમાં કિંમતી ધાતુઓની માંગ વધવાની શક્યતા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો