Get App

Budget 2026: કપડાં, બૂટ અને દવાઓ થઈ સસ્તી - જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

લેધર અને ટેક્સટાઈલ સેક્ટરના એક્સપોર્ટને પણ હવે ડ્યુટી ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિફેન્સ સેક્ટરને પણ બેઝિક કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 01, 2026 પર 12:58 PM
Budget 2026: કપડાં, બૂટ અને દવાઓ થઈ સસ્તી - જાણો તમારા ખિસ્સા પર શું થશે અસરBudget 2026: કપડાં, બૂટ અને દવાઓ થઈ સસ્તી - જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
લેધર અને ટેક્સટાઈલ સેક્ટરના એક્સપોર્ટને પણ હવે ડ્યુટી ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિફેન્સ સેક્ટરને પણ બેઝિક કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે.

Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ તેમનું સતત 9મું બજેટ હતું. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ સામાન્ય જનતા માટે પટારો ખોલી દીધો છે. સરકારે અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી (આયાત જકાત) ઘટાડવાની જાહેરાત કરી છે, જેના કારણે રોજિંદા વપરાશની ઘણી વસ્તુઓ સસ્તી થવા જઈ રહી છે.

મેક ઈન ઈન્ડિયા પર સરકારનો ભાર

નાણામંત્રીએ પોતાના ભાષણમાં સ્પષ્ટતા કરી હતી કે ખાસ કરીને એવી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે, જેનું ઉત્પાદન ભારતમાં જ થાય છે. આ પગલાંથી સ્થાનિક ઉદ્યોગોને વેગ મળશે. આ ઉપરાંત લેધર અને ટેક્સટાઈલ સેક્ટરના એક્સપોર્ટને પણ હવે ડ્યુટી ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિફેન્સ સેક્ટરને પણ બેઝિક કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે.

જાણો કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી?

બધા સમાચાર

+ વધુુ વાંચો