Get App

Budget 2026: ડિલિવરી બોયથી લઈને ફ્રીલાન્સર્સ સુધી... ગિગ વર્કર્સને બજેટ પાસે શું છે આશાઓ? સસ્તી લોન અને સુરક્ષા પર નજર

Budget 2026: શું બજેટ 2026 માં ગિગ વર્કર્સ માટે કોઈ મોટી જાહેરાત થશે? ફૂડ ડિલિવરી પાર્ટનર્સ, કેબ ડ્રાઈવર્સ અને ફ્રીલાન્સર્સને સસ્તી લોન, ઈન્કમ સિક્યોરિટી અને ઈન્શ્યોરન્સને લઈને મોટી આશાઓ છે. જાણો આ વર્ગની મુખ્ય માંગણીઓ શું છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 25, 2026 પર 2:25 PM
Budget 2026: ડિલિવરી બોયથી લઈને ફ્રીલાન્સર્સ સુધી... ગિગ વર્કર્સને બજેટ પાસે શું છે આશાઓ? સસ્તી લોન અને સુરક્ષા પર નજરBudget 2026: ડિલિવરી બોયથી લઈને ફ્રીલાન્સર્સ સુધી... ગિગ વર્કર્સને બજેટ પાસે શું છે આશાઓ? સસ્તી લોન અને સુરક્ષા પર નજર
જો ડિજિટલ કરિયર માટે સરકાર પ્રોત્સાહન આપે, તો આ યુવા ગિગ વર્કર્સ કોઈપણ આર્થિક દબાણ વગર પોતાના ભવિષ્યમાં રોકાણ કરી શકશે અને પોતાની આવક વધારી શકશે.

Budget 2026: આજકાલ આપણા સૌના જીવનમાં ફૂડ ડિલિવરી પાર્ટનર, કેબ ડ્રાઈવર કે ઓનલાઇન કન્ટેન્ટ ક્રિએટર્સ એક મહત્વનો ભાગ બની ગયા છે. આ બધા લોકોને આપણે 'ગિગ વર્કર્સ' તરીકે ઓળખીએ છીએ. આ લાખો વર્કર્સ આજે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે, પરંતુ તેમની પોતાની આર્થિક સ્થિતિ ઘણીવાર ડામાડોળ રહેતી હોય છે. કામમાં સુગમતા (Flexibility) તો છે, પણ કાયમી આવકની કોઈ ગેરંટી હોતી નથી. વધતી મોંઘવારી અને બદલાતું હવામાન તેમની ચિંતામાં વધારો કરે છે. આ જ કારણ છે કે હવે આ લાખો ગિગ વર્કર્સની નજર આગામી Budget 2026 પર ટકેલી છે. તેમને સરકાર પાસે માત્ર કામચલાઉ રાહત નહીં, પણ કાયમી સુરક્ષાની અપેક્ષા છે.

હવામાનની થપાટ અને આવક પર જોખમ

છેલ્લા થોડા વર્ષોમાં આપણે જોયું છે કે ક્યારેક અચાનક પૂર આવે છે તો ક્યારેક ભીષણ ગરમી પડે છે. આવા સમયે ઓફિસમાં બેસીને કામ કરનારાઓને બહુ ફરક નથી પડતો, પણ રસ્તા પર કામ કરતા ડિલિવરી પાર્ટનર્સ કે ડ્રાઈવર્સની હાલત કફોડી થઈ જાય છે. જો તેઓ હવામાન ખરાબ હોવાને કારણે 1 કે 2 દિવસ કામ પર ન જઈ શકે, તો તેમની આવક સીધી શૂન્ય થઈ જાય છે.

આ અંગે નિષ્ણાંતો જણાવે છે કે, હાલની સરકારી વીમા યોજનાઓ નુકસાન થયા પછી વળતર આપે છે. પરંતુ ગિગ વર્કર્સને તાત્કાલિક 'ઇન્કમ સપોર્ટ'ની જરૂર હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે બજેટમાં 'પેરામેટ્રિક ક્લાઈમેટ ઈન્શ્યોરન્સ' જેવા મોડલ લાવવા જોઈએ. આ સિસ્ટમમાં હવામાનના ડેટાના આધારે ઓટોમેટિક પેમેન્ટ મળે છે, જેથી કામદારોને સમયસર આર્થિક મદદ મળી રહે.

યુવાનોને જોઈએ કરમાં રાહત અને સસ્તું શિક્ષણ

ગિગ ઇકોનોમીમાં કામ કરનારા મોટાભાગના લોકો યુવાન છે. આ એવા યુવાનો છે જેઓ પોતાની સ્કીલ વધારવા, નવા કોર્સ કરવા અને કરિયરમાં આગળ વધવા સતત પ્રયત્નશીલ હોય છે. Scaler ના કો-ફાઉન્ડર અભિમન્યુ સક્સેનાના મતે, બજેટ 2026માં યુવાનો માટે ટેક્સમાં રાહત અને એજ્યુકેશન ફાઇનાન્સિંગ સસ્તું કરવું જોઈએ.

જો ડિજિટલ કરિયર માટે સરકાર પ્રોત્સાહન આપે, તો આ યુવા ગિગ વર્કર્સ કોઈપણ આર્થિક દબાણ વગર પોતાના ભવિષ્યમાં રોકાણ કરી શકશે અને પોતાની આવક વધારી શકશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો