Get App

Economic Survey 2026: ભારતમાંથી વિદેશી રોકાણકારોએ કેમ કાઢ્યા પૈસા? આર્થિક સર્વેક્ષણમાં મોટો ખુલાસો; AI માર્કેટ બન્યું વિલન?

Economic Survey 2026: આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ ડિસેમ્બર 2025 સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 3.9 બિલિયન ડોલર પાછા ખેંચ્યા છે. જાણો અમેરિકા અને AI માર્કેટના આકર્ષણ વચ્ચે ભારતીય બજારની સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Jan 30, 2026 પર 12:40 PM
Economic Survey 2026: ભારતમાંથી વિદેશી રોકાણકારોએ કેમ કાઢ્યા પૈસા? આર્થિક સર્વેક્ષણમાં મોટો ખુલાસો; AI માર્કેટ બન્યું વિલન?Economic Survey 2026: ભારતમાંથી વિદેશી રોકાણકારોએ કેમ કાઢ્યા પૈસા? આર્થિક સર્વેક્ષણમાં મોટો ખુલાસો; AI માર્કેટ બન્યું વિલન?
Economic Survey 2026: આર્થિક સર્વેક્ષણ 2025-26 મુજબ ડિસેમ્બર 2025 સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 3.9 બિલિયન ડોલર પાછા ખેંચ્યા છે.

Economic Survey 2026: તાજેતરમાં રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણ 2025-26 (Economic Survey)માં ભારતીય શેરબજાર અને વિદેશી રોકાણ અંગે ચોંકાવનારા સંકેતો મળ્યા છે. રિપોર્ટ અનુસાર, વિદેશી રોકાણકારોનો ભારતીય બજાર પ્રત્યેનો ઉત્સાહ થોડો નરમ પડ્યો છે. ડિસેમ્બર 2025 સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય માર્કેટમાંથી અંદાજે 3.9 બિલિયન ડોલરની જંગી રકમ પાછી ખેંચી લીધી છે.

AI માર્કેટ તરફ વિદેશીઓનું આંધળું આકર્ષણ

સર્વેક્ષણમાં આ વેચવાલી પાછળનું મુખ્ય કારણ ગ્લોબલ ક્રેઝ ગણાવવામાં આવ્યું છે. રોકાણકારોને અત્યારે ભારત કરતા અમેરિકા, તાઈવાન અને કોરિયા જેવા દેશોના બજારો વધુ આકર્ષક લાગી રહ્યા છે. તેનું કારણ એ છે કે આ દેશોમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સેક્ટરનો દબદબો છે અને ત્યાં ટેકનોલોજી શેરોમાં સારા રિટર્નની અપેક્ષા છે. જેના કારણે વિદેશી પૈસો ભારતમાંથી નીકળીને આ AI-કેન્દ્રિત બજારો તરફ વળ્યો છે.

શેર વેચ્યા પણ બોન્ડમાં ભરોસો કાયમ

એક રસપ્રદ વાત એ સામે આવી છે કે, ભલે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી પૈસા કાઢ્યા હોય, પરંતુ ડેટ માર્કેટ એટલે કે બોન્ડ્સ અને અન્ય સિક્યોરિટીઝમાં તેમનો ભરોસો અકબંધ રહ્યો છે. એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન વિદેશી રોકાણકારો શેરબજારમાં નેટ સેલર રહ્યા, પણ ડેટ સેગમેન્ટમાં રોકાણ ચાલુ રાખ્યું.

શા માટે વધી વેચવાલી? મુખ્ય કારણો

આર્થિક સર્વે મુજબ, ભારતીય બજારનું પ્રદર્શન અન્ય વૈશ્વિક બજારોની સરખામણીએ થોડું નબળું રહ્યું હતું. આ ઉપરાંત નીચે મુજબના કારણો પણ જવાબદાર હતા:

બધા સમાચાર

+ વધુુ વાંચો