Get App

Union Budget 2026: સામાન્ય જનતાને ટેક્સમાં રાહત મળશે કે નહીં? જાણો આવનારા બજેટમાં શું થશે સસ્તું અને શું મોંઘું

Union Budget 2026: આગામી બજેટ 2026માં સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર પડશે? શું ટેક્સમાં રાહત મળશે? મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ મુજબ જાણો બજેટનું સંપૂર્ણ ગણિત અને સસ્તા-મોંઘાની યાદી.

MoneyControl Newsઅપડેટેડ Jan 16, 2026 પર 5:01 PM
Union Budget 2026: સામાન્ય જનતાને ટેક્સમાં રાહત મળશે કે નહીં? જાણો આવનારા બજેટમાં શું થશે સસ્તું અને શું મોંઘુંUnion Budget 2026: સામાન્ય જનતાને ટેક્સમાં રાહત મળશે કે નહીં? જાણો આવનારા બજેટમાં શું થશે સસ્તું અને શું મોંઘું
Union Budget 2026: આગામી બજેટ 2026માં સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર પડશે?

Union Budget 2026: ભારતમાં બજેટનો સમય નજીક આવે એટલે સામાન્ય માણસના મનમાં એક જ સવાલ હોય છે - "આ વખતે મારા ખિસ્સા પર શું અસર પડશે?" આગામી બજેટ 2026 (Budget 2026) માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ વખતે સમાચાર થોડા મિશ્ર છે. શું ટેક્સ ઘટશે? શું મોંઘવારી કાબૂમાં આવશે? આ તમામ સવાલોના જવાબ તાજેતરમાં આવેલા મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટમાં મળી રહ્યા છે. આવો, સરળ ભાષામાં સમજીએ કે આવનારું બજેટ તમારા માટે શું લાવશે.

ઈન્કમ ટેક્સમાં મોટી રાહતની આશા ઓછી

સામાન્ય નોકરિયાત વર્ગ હંમેશા ટેક્સમાં કપાતની આશા રાખતો હોય છે. પરંતુ મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ મુજબ, આ વખતે સરકાર આવકવેરાના સ્લેબમાં (Tax Slabs) કોઈ મોટો ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે. તેનું મુખ્ય કારણ ટેક્સ કલેક્શનમાં થયેલો ઘટાડો છે.

ગયા બજેટમાં સરકારે પર્સનલ ઈન્કમ ટેક્સમાં કાપ મૂક્યો હતો, જેથી લોકોના હાથમાં વધુ પૈસા આવે. સરકારને આશા હતી કે ટેક્સ કલેક્શનમાં 21.6%નો ગ્રોથ જોવા મળશે, પરંતુ વાસ્તવમાં આ ગ્રોથ માત્ર 6.8% જ રહ્યો છે. આવક ઓછી થવાને કારણે સરકાર પર દબાણ વધ્યું છે, તેથી સ્લેબમાં મોટા ફેરફાર કરવા મુશ્કેલ છે. હા, નાના પાયે કોઈ સામાન્ય રાહત કે રિબેટ (Rebate) મળી શકે છે, પણ મોટી આશા રાખવી નકામી છે.

શું થશે મોંઘું?

સરકારને દેશના વિકાસ માટે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ કરવા માટે રૂપિયાની જરૂર છે. ટેક્સ કલેક્શન ઓછું હોવાથી સરકાર આવક વધારવા માટે બીજા રસ્તા અપનાવી શકે છે.

લક્ઝરી આઈટમ્સ: મોજશોખની અને લક્ઝરી ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો