જો તમે સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક સારી તક આવી છે. 10 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકે છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં 1.30 લાખ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ મામલે નોટિફિકેશન બહાર પાડ્યું છે. CRPF દ્વારા કુલ 1,29,929 પદોની નિમણૂક કરવામાં આવશે. તેમાંથી 1,25,262 પોસ્ટ પુરુષો માટે છે. અને 4667 જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે, ભૂતપૂર્વ અગ્નિવીર માટે 10% ખાલી જગ્યા અનામત રાખવામાં આવી છે.

