Covid-19 Case: દેશમાં કોરોના સંક્રમણની ઝડપ અટકવાનું નામ નથી લઈ રહી. તેનું કારણ ઓમિક્રોનનું સબ-વેરિયન્ટ XBB.1.16 છે. છેલ્લા અઠવાડિયાથી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં વિવિધ નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 11,000 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. 8 મહિનામાં એક દિવસમાં આ સૌથી મોટો આંકડો છે. અને ગઈકાલે ભારતમાં 10,000 થી વધુ નવા કેસ નોંધાયા હતા. આગામી 10-12 દિવસમાં કોરોનાના કેસ વધી શકે છે. રાહતની વાત એ છે કે આ વખતે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યા ઓછી છે.

