Get App

PM Modi Mann Ki Baat: મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે 4.26 લાખ ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી, પીએમ મોદીએ ખાડી દેશોનો માન્યો આભાર

PM Modi Mann Ki Baat: પીએમ મોદીએ 132મા મન કી બાત કાર્યક્રમમાં મિડલ ઈસ્ટના સંકટ અંગે ચર્ચા કરી. 1 કરોડ ભારતીયોની સુરક્ષા માટે ખાડી દેશોનો આભાર માન્યો અને 4.26 લાખ લોકોની ઘરવાપસીની માહિતી આપી.

MoneyControl Newsઅપડેટેડ Mar 29, 2026 પર 12:02 PM
PM Modi Mann Ki Baat: મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે 4.26 લાખ ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી, પીએમ મોદીએ ખાડી દેશોનો માન્યો આભારPM Modi Mann Ki Baat: મિડલ ઈસ્ટના યુદ્ધ વચ્ચે 4.26 લાખ ભારતીયોની સુરક્ષિત ઘરવાપસી, પીએમ મોદીએ ખાડી દેશોનો માન્યો આભાર
PM Modi Mann Ki Baat: પીએમ મોદીએ 132મા મન કી બાત કાર્યક્રમમાં મિડલ ઈસ્ટના સંકટ અંગે ચર્ચા કરી.

PM Modi Mann Ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત ના 132મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા આ સંકટ વચ્ચે પીએમ મોદીએ ખાસ કરીને ખાડી દેશોનો આભાર માન્યો હતો. ખાડી દેશોમાં અત્યારે લગભગ 1 કરોડ જેટલા ભારતીયો રહે છે, જેમની સુરક્ષા માટે આ દેશોએ ભારતને પૂરો સાથ આપ્યો છે.

પીએમ મોદીએ જણાવ્યું કે માર્ચ મહિનો આખી દુનિયા માટે ઘણી ઉથલપાથલ વાળો રહ્યો છે.

મન કી બાત માં પીએમ મોદીના મુખ્ય મુદ્દાઓ:

ખાડી દેશોનો આભાર: પીએમ મોદીએ કહ્યું કે, "ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પાડોશી દેશોમાં પરિસ્થિતિ ઘણી ગંભીર છે. પરંતુ ખાડી દેશોની સરકારોએ ત્યાં રહેતા આપણા ભારતીય નાગરિકોને દરેક પ્રકારની મદદ અને સુવિધાઓ આપી છે, તે માટે હું તેમનો ખૂબ આભારી છું."

ઈંધણ અને એનર્જી ક્રાઈસિસ: પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું કે યુદ્ધના કારણે આખી દુનિયામાં પેટ્રોલ અને ડીઝલના સપ્લાય પર માઠી અસર પડી છે. જેનાથી દુનિયાભરમાં ઈંધણની અછત ઊભી થઈ છે.

ભારતની મજબૂત તૈયારી: તેમણે દેશવાસીઓને ભરોસો અપાવ્યો કે ભારત પોતાની આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને છેલ્લા 10 વર્ષમાં વિકસાવેલી તાકાતના જોરે આ તમામ પડકારોનો મક્કમતાથી સામનો કરી રહ્યું છે.

દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થા પર સરકારની ચાંપતી નજર

બધા સમાચાર

+ વધુુ વાંચો