Get App

‘અમેરિકન કામદારોને ટ્રેન કરો અને ઘરે પાછા જાઓ': ટ્રમ્પ સરકારનો નવો H-1B વિઝા પ્લાન, ભારતીય IT પ્રોફેશનલ્સ પર મોટી અસર!

Indian IT Professionals: ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનનો નવો H-1B વિઝા પ્લાન ભારતીય IT પ્રોફેશનલ્સ માટે ચિંતાનું કારણ બન્યો છે. આ નવી પોલીસી હેઠળ, વિદેશી નિષ્ણાતો અમેરિકન કામદારોને ટ્રેન કરીને પછી પોતાના દેશ પાછા ફરશે. જાણો આ 'ટ્રેન કરો અને પાછા જાઓ' મૉડલની ભારતીય ટેક સેક્ટર પર શું અસર થશે.

MoneyControl Newsઅપડેટેડ Nov 13, 2025 પર 10:23 AM
‘અમેરિકન કામદારોને ટ્રેન કરો અને ઘરે પાછા જાઓ': ટ્રમ્પ સરકારનો નવો H-1B વિઝા પ્લાન, ભારતીય IT પ્રોફેશનલ્સ પર મોટી અસર!‘અમેરિકન કામદારોને ટ્રેન કરો અને ઘરે પાછા જાઓ': ટ્રમ્પ સરકારનો નવો H-1B વિઝા પ્લાન, ભારતીય IT પ્રોફેશનલ્સ પર મોટી અસર!
ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળની યુએસ સરકારે ફરી એકવાર તેની H-1B વિઝા પોલીસીમાં મોટા ફેરફારો કરવાની દિશામાં પગલાં ભર્યા છે

US Immigration Skill Transfer: ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની હેઠળની યુએસ સરકારે ફરી એકવાર તેની H-1B વિઝા પોલીસીમાં મોટા ફેરફારો કરવાની દિશામાં પગલાં ભર્યા છે, જેના કારણે ભારતીય IT સેક્ટરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસન્ટના તાજેતરના નિવેદન મુજબ, ટ્રમ્પ પ્રશાસનનો નવો H-1B વિઝા પ્લાન એક 'જ્ઞાન સ્થાનાંતરણ' (Knowledge Transfer) વ્યૂહરચના પર આધારિત હશે.

આ નવા મૉડલનો મુખ્ય હેતુ વિદેશી નિષ્ણાતોને માત્ર અસ્થાયી ધોરણે અમેરિકામાં બોલાવીને, ત્યાંના કામદારોને જરૂરી તાલીમ આપવાનો અને ત્યારબાદ તેમને પાછા મોકલી દેવાનો છે.

‘ટ્રેન ધ યુએસ વર્કર્સ, ધેન ગો હોમ'

ટ્રેઝરી સેક્રેટરી સ્કૉટ બેસન્ટે ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં આ નવી પોલીસીનો ઇરાદો સ્પષ્ટ કરતાં કહ્યું કે, "ટ્રેન ધ યુએસ વર્કર્સ, ધેન ગો હોમ" અમેરિકન કામદારોને ટ્રેન કરો, પછી ઘરે પાછા જાઓ. તેમનું કહેવું છે કે, આ પ્લાન મેન્યુફેક્ચરિંગ, શિપબિલ્ડિંગ અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોને ફરીથી મજબૂત કરવા માટે બનાવવામાં આવ્યો છે, જ્યાં હાલમાં કુશળ અમેરિકન કામદારોની અછત છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો