Trump Tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ દક્ષિણ કોરિયા પર ટેરિફ વધારીને 25% કરી રહ્યા છે. આ વધેલા ટેરિફ ઓટોમોબાઈલ, લાકડા, ફાર્માસ્યુટિકલ્સ અને દક્ષિણ કોરિયાથી અમેરિકામાં આયાત થતા માલ પરના પારસ્પરિક ટેરિફ પર લાગુ થશે. ટ્રમ્પે દક્ષિણ કોરિયાની સંસદની અમેરિકા સાથેના વેપાર કરારને લાગુ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકા કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું, "દક્ષિણ કોરિયાની સંસદ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તેના કરારનું પાલન કરી રહી નથી."

