મહારાષ્ટ્રની NDA સરકારે બે મોટા નિર્ણયો લીધા છે. એક તરફ રાજ્ય અનુસૂચિત જાતિ આયોગને બંધારણીય દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે, તો બીજી તરફ કેન્દ્ર સરકારને OBC ક્રીમી લેયરની મર્યાદા વધારીને 15 લાખ રૂપિયા કરવાની ભલામણ કરી છે. હાલમાં આ મર્યાદા માત્ર 8 લાખ રૂપિયા છે. કેન્દ્રીય પછાત વર્ગ આયોગ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત મહારાષ્ટ્રની 19 OBC જાતિઓ અને પેટાજાતિઓને કેન્દ્રની પછાત સૂચિમાં સામેલ કરવામાં આવી છે. આ જાતિઓમાં ગુર્જર, લોધ, ડાંગરી, ભોયર વગેરેનો સમાવેશ થાય છે.