વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર આ સત્ર દરમિયાન અથવા સંસદના આગામી સત્ર દરમિયાન 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' બિલ રજૂ કરી શકે છે. આ બિલને વિગતવાર ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલી શકાય છે. એક દેશ, એક ચૂંટણી પર રામનાથ કોવિંદ સમિતિના અહેવાલને કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે.