Delhi new CM Rekha Gupta: દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ બંગલાના ભવિષ્યનો નિર્ણય લીધો છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી એક મોટો રાજકીય મુદ્દો બની ગયો હતો. શપથ ગ્રહણ પહેલા જ રેખા ગુપ્તાએ કહ્યું હતું કે ‘શીશ મહેલ'ને સંગ્રહાલય બનાવવામાં આવશે. મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ જે બંગલામાં રહેતા હતા તેને ભાજપ 'શીશમહેલ' કહે છે. આરોપ છે કે કેજરીવાલે આ બંગલાના પુનર્નિર્માણ અને સજાવટ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા હતા. ભાજપે પહેલાથી જ નક્કી કરી લીધું છે કે તેમના મુખ્યમંત્રી આ બંગલામાં રહેશે નહીં.