Israel Hamas War: ભારત સહિત દુનિયાભરની ખુફિસા એજન્સીઓ આતંકી ખતરાને લઇ હાઇ એલર્ટ પર છે. સૂત્રનું કહેવું છે કે, એજન્સીઓ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં પડશે તેને લઇ નજર રાખી રહી છે. આ મામલો માત્ર બે દેશોથી પણ પણ વધુ બની ગયો છે. ખુફિયા એજન્સીઓ એવું માની રહી છે કે, આ માત્ર ઇઝરાયલ અને ખાડી દેશો વચ્ચેની કૂટનીતિ નથી, જેના કારણે ચાલી રહેલા ઇઝરાયલ-હમાસ સંઘર્ષથી પ્રભાવિત થવાનો ખતરો છે. પરંતુ મધ્ય પૂર્વ અને તેની બહાર આતંકવાદ વિરોધી પ્રયાસો માટે પણ એક મોટો પડકાર બની ગયું છે.

