Get App

છૂટાછેડા માટે 6 મહિના રાહ જોવી જરૂરી નથી! ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હજારો યુગલોને મળશે મોટી રાહત

ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. હવે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે 6 મહિનાનો કૂલિંગ ઓફ પિરિયડ ફરજિયાત નથી. જાણો કોને મળશે આ નિયમનો લાભ.

MoneyControl Newsઅપડેટેડ Jan 06, 2026 પર 12:52 PM
છૂટાછેડા માટે 6 મહિના રાહ જોવી જરૂરી નથી! ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હજારો યુગલોને મળશે મોટી રાહતછૂટાછેડા માટે 6 મહિના રાહ જોવી જરૂરી નથી! ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હજારો યુગલોને મળશે મોટી રાહત
હિન્દુ મેરેજ એક્ટની કલમ-13B હેઠળ, જ્યારે પતિ-પત્ની બંને પોતાની મરજીથી છૂટા પડવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરે, ત્યારે કોર્ટ તેમને વિચારવા માટે 6 મહિનાનો સમય આપતી હતી.

લગ્ન જીવનમાં જયારે સંબંધોનો અંત છૂટાછેડા સુધી પહોંચે છે, ત્યારે કાયદાકીય પ્રક્રિયા લાંબી અને માનસિક રીતે થકવી દેનારી હોય છે. પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા યુગલોને મોટી રાહત આપતો એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે છૂટાછેડા માટે નિર્ધારિત 6 મહિનાનો "કૂલિંગ ઓફ પિરિયડ" હવે દરેક કિસ્સામાં ફરજિયાત નથી.

શું હતો જૂનો નિયમ અને કૂલિંગ પિરિયડનો અર્થ?

હિન્દુ મેરેજ એક્ટની કલમ-13B હેઠળ, જ્યારે પતિ-પત્ની બંને પોતાની મરજીથી છૂટા પડવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરે, ત્યારે કોર્ટ તેમને વિચારવા માટે 6 મહિનાનો સમય આપતી હતી. આ સમયગાળાને 'કૂલિંગ ઓફ પિરિયડ' કહેવાય છે. તેનો મુખ્ય હેતુ એ હતો કે જો ગુસ્સામાં કે ઉતાવળમાં નિર્ણય લેવાયો હોય, તો આ 6 મહિના દરમિયાન પતિ-પત્નીને ફરીથી વિચારીને પોતાનું લગ્નજીવન બચાવવાની તક મળે.

હાઇકોર્ટનો ચુકાદો: હવે સમય નહીં બગડે

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંગીતા કે. વિશેણ અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની બેન્ચે એક કેસની સુનાવણી દરમિયાન આ મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે:

જ્યારે પતિ-પત્ની વચ્ચે ફરી એક થવાની કોઈ જ શક્યતા ન હોય.

બંને લાંબા સમયથી, ખાસ કરીને 1 વર્ષથી વધુ સમયથી અલગ રહેતા હોય.

બધા સમાચાર

+ વધુુ વાંચો