ભારત ટૂંક સમયમાં પાકિસ્તાન અંગે મોટો નિર્ણય લઈ શકે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી આયાત અને નિકાસ બંને પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. ઉપરાંત, પાકિસ્તાન હાઈ કમિશનના ઘણા કર્મચારીઓને પાછા મોકલવા, સાર્ક વિઝા રદ કરવા અને અટારી ચેક પોસ્ટ બંધ કરવા જેવા મોટા રાજદ્વારી નિર્ણયો લેવામાં આવ્યા છે.