Get App

ભારતમાં કોવિડ-19ના વધતા કેસ પાછળ આ નવો વેરિએન્ટ! નિષ્ણાતે કહ્યું- નવા સ્ટ્રેન આવતા રહેશે...

ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા અનુસાર, વાયરસ સમય જતાં પરિવર્તિત થાય છે અને આ કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝા બંને સાથે થાય છે. તેમણે કહ્યું, "આપણને ખ્યાલ જ છે કે જ્યારે કોવિડ -19 ફાટી નીકળ્યો ત્યારે તે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટ્સ આવ્યા હતા"

MoneyControl Newsઅપડેટેડ Mar 23, 2023 પર 12:04 PM
ભારતમાં કોવિડ-19ના વધતા કેસ પાછળ આ નવો વેરિએન્ટ! નિષ્ણાતે કહ્યું- નવા સ્ટ્રેન આવતા રહેશે...ભારતમાં કોવિડ-19ના વધતા કેસ પાછળ આ નવો વેરિએન્ટ! નિષ્ણાતે કહ્યું- નવા સ્ટ્રેન આવતા રહેશે...

Omicron XBB.1.16: ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), દિલ્હીના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસ XBB.1.16નું નવું સ્વરૂપ આ સમયે સંક્રણના કેસોમાં વધારા માટે જવાબદાર હોઈ શકે છે. પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી. કારણ કે તેનાથી ગંભીર બીમારી અથવા મૃત્યુનો ખતરો નથી. ગુલેરિયાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "નવા વેરિએન્ટ આવતા રહેશે કારણ કે વાયરસ સમયાંતરે મ્યુટેટ થતા રહે છે અને XBB.1.16 આ ગ્રુપનો જ એક નવો મેમ્બર છે."

ગુલેરિયા, જેઓ નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય હતા, તેમણે કહ્યું કે, “જ્યાં સુધી વાયરસના આ વેરિએન્ટ ગંભીર રોગ, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનું જોખમ ઉભું ન કરે ત્યાં સુધી તે ઠીક છે, કારણ કે વસ્તીને લાઇટ ડિસીસથી થોડી ઇમ્યુનિટી મળે છે.

જાણીતા ડૉ. ગુલેરિયાએ આ વાત એવા સમયે કરી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે હાઇ લેવલ બેઠક બોલાવી હતી.

ડૉ. ગુલેરિયાના જણાવ્યા અનુસાર, વાયરસ સમય જતાં પરિવર્તિત થાય છે અને આ કોવિડ-19 અને ઈન્ફલ્યુએન્ઝા બંને સાથે થાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો