Rice Export: દેશમાં ચોખાના ભાવને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકારે ગયા મહિને બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતના આ નિર્ણયથી તે દેશોની ચિંતા વધી ગઈ છે જ્યાં ભારતના ચોખાની નિકાસ થાય છે. ગ્લોબલ લેવલે ચોખાના ભાવમાં વધારો થયો છે. જોકે, હવે સમાચાર આવ્યા છે કે ભારતે સિંગાપોરમાં ચોખાની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

