ITR Filing 2025: દેશભરના કરોડો ટેક્ષપેયર્સ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આયકર વિભાગે આકલન વર્ષ 2025-26 માટે તમામ સાત આવકવેરા રિટર્ન (ITR) ફોર્મને જાહેર કરી દીધા છે. આ વખતે ખાસ કરીને ITR-1 (સહજ) અને ITR-4 (સુગમ) ફોર્મમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે, જેનાથી કેપિટલ ગેન દર્શાવવાની પ્રક્રિયા વધુ સરળ બની છે. આ ઉપરાંત, ટ્રસ્ટ અને ધર્માદા સંસ્થાઓ માટે ITR-7 ફોર્મ પણ 11 મે, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.