Aadhaar card update: ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)એ આધાર કાર્ડ સંબંધિત એક મહત્વનું અપડેટ જાહેર કર્યું છે. આધાર કાર્ડ બનાવવા અથવા તેમાં કોઈ ફેરફાર કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની નવી યાદી બહાર પાડવામાં આવી છે. આ નવો નિયમ ભારતીય નાગરિકો, વિદેશમાં રહેતા OCI કાર્ડધારકો, 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને લાંબા ગાળાના વિઝા પર રહેતા લોકો માટે લાગુ થશે. જો તમે નવું આધાર કાર્ડ બનાવવા માંગો છો અથવા હાલના આધારમાં ફેરફાર કરવા માંગો છો, તો આ નવી યાદી અનુસાર ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા પડશે.