છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે સરકાર 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લગાવવાની યોજના બનાવી રહી છે. આ અફવાઓથી વ્યક્તિગત યુઝર્સથી લઈને નાના વેપારીઓ સુધીના UPI યુઝર્સમાં ચિંતા ફેલાઈ હતી. હવે આ મુદ્દે કેન્દ્રીય પરોક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (CBIC) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકારે જણાવ્યું છે કે આવા દાવા સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને નિરાધાર છે. હાલમાં સરકારની આવી કોઈ યોજના નથી.

